ઈરાનીનું આ નિવેદન પ્રિયંકા ગાંધીના વાયરલ વીડિયો બાદ આવ્યા છે. જેમાં અમુક બાળકો પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતાં તથા અપશબ્દો પણ બોલી રહ્યા હતાં.
સભ્ય પરિવાર પોતાના બાળકોને પ્રિયંકાથી દૂર રાખે: સ્મૃતિ ઈરાની - pm modi
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અને અમેઠીથી ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પ્રહારો કર્યા છે. ઈરાનીએ કહ્યું હતું કે, સભ્ય પરિવાર પોતાના બાળકોને પ્રિયંકા ગાંધીથી દૂર રાખવા જોઈએ.
file
કેન્દ્રીય પ્રધાને જવાબ આપતા કહ્યું કે, પ્રિયંકા ગાંધીને ખબર હોવી જોઈએ કે, ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવો જોઈએ.બાળકો પાસે ગાળો બોલાવી ગાંધી પરિવારની સભ્યતા છે. તેમના આ જ સંસ્કાર છે.
ઈરાનીએ વધુમાં કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીએ બાળકો પાસે વડાપ્રધાન મોદીને ગાળો અપાવી. તેમણે આગળ કહ્યું કે, જે પરિવાર પોતાને સભ્ય ગણાવે છે તેમની સચ્ચાઈ સામે આવી ગઈ છે.