ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાંધી પરિવારની પંરપરાગત બેઠક અમેઠીમાં, રાહુલની શરમજનક હાર

નવી દિલ્હી: કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક પર સૌની નજર હતી. અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ખરાખરીની જંગ થવાની આશા હતી, પરંતુ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની શરમજનક હાર આપી છે. રાહુલ ગાંધીનો અંદાજે 30 હાજર મતથી પરાજય થયો છે.

By

Published : May 24, 2019, 9:22 AM IST

Updated : May 24, 2019, 11:07 AM IST

ફાઈલ ફોટો

સ્મૃતિ ઈરાનીએ જીત બાદ ટ્વીટ કરીને કહ્યું કે, કૌન કહેતા હે કે આસમાં મે સુરાખ નહીં હો સકતા.

સ્મૃતિ ઈરાનીનું ટ્વીટ

રાહુલ ગાંધીએ હાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, લોકોના નિર્ણયનો આદર કરું છુ અને સ્મૃતિ ઈરાનીને જીત માટે અભિનંદન પાઠવું છું.

પ્રિયંકા ગાંધી પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ, PM મોદી અને બધા ભાજપ કાર્યકર્તાઓને અભિંદન પાઠવું છું.

હાર બાદ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

અમેઠી લોકસભા બેઠકનો આ રેકોર્ડ રહ્યો છે કે, આજ સુધી ગાંધી પરિવાર કોઈ પણ નેતા અમેઠી બેઠક પર હાર નથી થઈ, પરંતુ આ વખતે ગાંધી પરિવાર માટે શરમનાક હાર માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી રાજકારણમાં આવ્યા તો, તેમણે 1999માં અમેઠીને ક્રમભૂમિ બનાવી હતી. અમેઠીમાંથી વિજય મળવીને પ્રથમ વાર સંસદ પહોંચ્યા હતા. 2004માં રાહુલ માટે તેમણે આ બેઠક છોડી હતી.

Last Updated : May 24, 2019, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details