ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધી વાયનાડ બેઠકથી ચૂંટણી લડે તેવી શક્યતા, ભાજપ કોંગ્રેસમાં ટ્વીટર વોર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી ઉપંરાત કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ અટકળો બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પ્રહાર કરતા કહ્યું કે, #BhaagRahulBhaagની સાથે ટ્વીટ કરીને કહ્યું કે, અમેઠીએ ભગાડ્યા તો બીજી જગ્યાએથી બુલાવાનો ઢોંગ રચ્યો. કારણ કે જનતાએ તેમને નકારી દીધા છે. સિંહાસન ખાલી કરો રાહુલજી જનતા આવી છે.

By

Published : Mar 24, 2019, 7:20 PM IST

સ્પોટ ફોટો

BJPએ સ્મૃતિ ઈરાનીને અમેઠીના ઉમેદવાર બનાવ્યા છે. રાહુલ ગાંધી 2004થી અમેઠીના સાંસદ છે. અમેઠીને કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. 2014 લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને 1 લાખથી વધારી મતથી પરાજય આપ્યો હતો.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સ્મૃતિ ઈરાનીને યાદ અપાવતા કહ્યું કે, ચાંદની ચૌકે હરાવ્યા, અમેઠીએ હારીને ભગાવ્યા, જેને જનતાએ વારંવાર નકાર્યા, દરેક વાર રાજ્યસભાના સભ્ય બન્યા. જ્યારે અમેઠીએ હારની હૈટ્રિકનો માહોલ બનાવ્યો. #BhaagSmritiBhaag.''


ABOUT THE AUTHOR

...view details