ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ જણાવે કે રામના અસ્તિત્વ પર શા માટે પ્રશ્નો ઉદ્ભવ્યાઃ સ્મૃતિ ઇરાની - Rahul Gandhi

રાંચીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, કોંગ્રેસે એ જણાવવું જોઇએ કે, તેમને ઉચ્ચતમ ન્યાયાલયમાં દાખલ કરાયેલા શપથ પત્ર દ્વારા ભગવાન રામના અસ્તિત્વ પર શા માટે પ્રશ્નો ઉદ્ભવ્યા હતા?

Etv Bharat, Gujarati News, BJP, Congress, Smriti Irani
કોંગ્રેસ જણાવે કે રામના અસ્તિત્વ પર શા માટે પ્રશ્નો ઉદ્ભવ્યા

By

Published : Dec 15, 2019, 9:12 AM IST

કેન્દ્રીય મહિલા તેમજ બાળ વિકાસ પ્રધાને સિંદરી અને નીરસા વિધાનસભા ક્ષેત્રમાં આયોજીત રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, ઉચ્ચ ન્યાયાલયે અયોધ્યામાં રામ મંદિર બનાવાવનો રસ્તો સાફ કર્યો છે.

તેમણે કહ્યું કે, 'મતદાતાઓને કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કરવું જોઇએ કે, પાર્ટીએ ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કરેલા શપથપત્રમાં ભગવાન રામના અસ્તિત્વ પર પ્રશ્નો શા માટે ઉઠાવ્યા હતા.'

ઇરાનીએ કોંગ્રેસ નેતાઓને નરેન્દ્ર મોદીની સરકારના કાર્યકાળ અને કોંગ્રેસ શાસનના 55 વર્ષની ઉપલબ્ધિ પર ચર્ચા પર ચેતવણી આપી હતી.

તેમણે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના નેતૃત્વવાળી સરકારની કલ્યાણકારી યોજનાઓને પણ દર્શાવી હતી. વધુમાં જણાવીએ તો સિંદરી અને નીરસા સીટ પર ચોથા તબક્કા માટે 16 ડિસેમ્બરે મતદાન થવાનું છે.

ABOUT THE AUTHOR

...view details