ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લદ્દાખમાં ચીની સેના દ્વારા કોઈ ઘૂસણખોરી થતી નથી: સેના પ્રમુખ રાવત

નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ બીપીન રાવતે શનિવારના રોજ કહ્યું કે, લદ્દાખના ડેમચોક સેક્ટરમાં ચીને કોઈ જ ઘૂસણખોરી કરી નથી. રાવતે એક સમારોહ દરમિયાન કહ્યું કે, ચીન તરફથી કોઈ જ પ્રકારની ઘૂસણખોરી કરાઈ નથી. જનરલ રાવતનું આ નિવેદન એ ખબરો વચ્ચે આવ્યું છે, જેમાં 6 જુલાઈના રોજ દલાઈ લામાનાં જન્મદિવસના પર કેટલાક તિબ્બતીઓ દ્વારા તિબ્બતી ઝંડા ફરકાવામાં આવ્યા બાદ ચીની જવાનોના અગાઉના સપ્તાહે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાર કરવાના દાવાઓ કરાયા હતા. તેઓએ કહ્યું કે, બંને દેશોનો વાસ્તવિક નિયંત્રણ રેખાને લઈને પોતપોતાનો દ્રષ્ટિકોણ છે.

By

Published : Jul 14, 2019, 3:08 PM IST

bipin rawat

સેના પ્રમુખે કહ્યું કે, 'બંને દેશો વચ્ચે થોડું અંતર છે. તેથી બંને દેશો એકબીજાના પ્રદેશમાં આવે છે. ચીની સૈનિકો જેને વાસ્તવિક નિયંત્રણનો માર્ગ માને છે, તેના પર તેઓ પેટ્રોલિંગ કરે છે અને જેને આપણે રોકીએ છીએ. અમે વાસ્તવિક રેખા સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ અથવા તો અમને આપેલા ક્ષેત્રના આધાર પર પેટ્રોલીંગ કરી અમે તે વિસ્તારોમાં જઈએ છીએ. "

મળતી વિગતો મુજબ, લગભગ 11 ચીની નાગરિક સાદા કપડામાં 2 વાહનો પર આવ્યા હતા. જ્યારે લદ્દાખી ગ્રામીણ 6 જુલાઈના રોજ દલાઈ લામાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા.

તેઓએ જણાવ્યું કે, ચીની નાગરિકોએ તેઓને 2 બેનર દેખાડ્યા અને 30 થી 40 મિનિટ સુધી રાહ જોવડાવી, પરંતુ વાસ્તવિક નિયંત્રણ રેખા ઓળંગી નહોંતી. ઉલ્લેખનીય છે કે, તિબેટી લોકો દલાઈ લામાના 84માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. જનરલ રાવતે કહ્યું કે, "સ્થાનિક સ્તરે ઘણા ઉજવણી સમારંભો થાય છે. ડેમોચોક ક્ષેત્રમાં અમારી અને અમારા તિબેટી લોકો ઉજવણી કરી રહ્યા હતા. તેના આધારે, કેટલાક ચીની આ જોવા આવ્યા કે શું થઈ રહ્યું છે. પરંતુ કોઈ ઘૂસણખોરી કરવામાં આવી ન હતી. '

6 જુલાઇ દરમિયાન શું જન મુક્તિ સેના (PLA) ના સૈનિકો હાજર હતા, આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, સામાન્ય લોકો વાસ્તવિક રેખા તરફ જાય છે, ત્યારે સલામતી અધિકારીઓ તેમની સાથે જાય છે. નાગરિકોને કોઈ દેખરેખ વગર વાસ્તવિક રેખા સુધી જવા દેતા નથી. તેથી, બંને બાજુ પર નજર રાખવામાં આવે છે.

સેના પ્રમુખે જણાવ્યું કે, આ બાબત બંને દેશોના સુરક્ષા અધિકારીઓ વચ્ચે થઈ ત્યારે ધ્વજ બેઠક દરમિયાન પણ આ પ્રશ્રને ઉઠાવવામાં આવ્યો. તેઓએ કહ્યું કે, બધુ સામાન્ય છે. તમારે આ પૌરાણિક કથાને દૂર કરવી પડશે કે ચીન તરફથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા ગતિવિધિ કરાઈ છે જે અમારી સુરક્ષા માટે હાનિકારક છે.

જનરલ રાવતે કહ્યું કે, ચીની સેના સાથે અમારે ખુબ જ સારા સંબંધો છે. કયાકેય પણ આ પ્રકારની બાબત થાય છે ત્યારે સ્થાનીય કમાંડર એકબીજા સાથે વાત કરે છે. અમે નિયમિત રુપે મુલાકાત કરીએ છીએ. ભારત અને ચીન વચ્ચે એક વિવાદાસ્પદ સીમા રેખા છે અને બંને દેશોની સેનાઓ વચ્ચે ડોકલામમાં 2017 માં 73 દિવસો સુધી ગતિરોધની સ્થિતિઓ બની રહી હતી.

ABOUT THE AUTHOR

...view details