- ચંદૌલીના તરાજીવનપુર ગામના દલિત વિસ્તારમાં અમુક યુવકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે, બળજબરીપૂર્વક 500ની નોટ આપીને મત ન આપવાનું કહેવામાં આવ્યું હતું
- મહિલાઓ સહિત અમુક લોકોએ આંગળીઓ પર બ્લૂ શાહી લગાવવામાં આવી હતી. જેથી તેમને મત આપવા જવા ન દેવામાં આવે.
- BJP સાથે જોડાયેલા ગામના પૂર્વ સંરપચ પર આરોપ લગાવવામાં આવ્યો છે.
- SDMએ આ મામલાને સંજ્ઞા લઈને કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે.
ઉત્તરપ્રદેશઃ મત આપતા રોકવા આંગળી પર લગાવી શાહી, મતદારોને આપ્યા પૈસા
ઉત્તરપ્રદેશઃ શનિવારની રાતે ઉત્તરપ્રદેશ રાજ્યના ચંદૌલી લોકસભા વિસ્તારના તારાજીવન પુર ગામમાં દલિત વિસ્તારમાં મત ન આપવાના બદલામાં રૂપિયા અને આંગળી પર બ્લૂ શાહી લગાવવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણકારી મળતા સપાના ધારાસભ્ય અને સપાના ઉમેદવાર બસપા સમર્થકોની સાથે અલીનહર પોલીસ સ્ટેશને પહોંચીને ઘરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન ધારાસભ્ય અને તેમના સમર્થકોએ BJPની સામે નારાબાજી કર્યા હતા. જિલ્લા સંચાલન દ્વારા કાર્યવાહીનું આશ્વાસન મળ્યા બાદ રાતના લગભગ અઢી વાગ્યા પછી ઘરણાનો અંત આવ્યો હતો.
chandauli