અશ્વિની શર્માના ઘરમાંથી કેટલાક વન્યજીવોની ખાલ અને ટ્રોફી મળી આવ્યા છે. ત્યારે અશ્વિની શર્માના ઘર પર આવક વેરા વિભાગની ટીમની સાથે-સાથે CRPF અને ભોપાલ પોલિસ પણ હાજર છે.
અશ્વિની શર્માના ઘરે છેલ્લા 48 કલાકથી ITની રેડ ચાલુ, કેટલાક વન્યજીવોની ખાલ અને ટ્રોફી મળી
ભોપાલઃ અશ્વિની શર્માના પ્લેટિનમ પ્લાઝા સ્થિત ફ્લેટ પર 48 કલાક પછી પણ સત્તત આવક વેરા વિભાગની કાર્યવાહી શરુ છે. IT વિભાગની ટીમને શર્માના ઘર પરથી સિંહ, ચીતા સહિત અન્ય વન્ય જીવોની ચામડી મળી આવી છે.
સ્પોટ ફોટો
ઘરની અંદર પ્રાણિયોના ચામડાથી બનેલી ધણી વસ્તુઓ પણ છે. પ્રાણીઓના શરીર માંથી ધણી ટ્રોર્ફીઓ પણ મળી આવી છે.
તેથી વન વિભાગના અધિકારીઓને પણ પ્લેટિનમ પ્લાઝા બોલાવામાં આવ્યા છે. ઘરમાંથી વાઘની ચામડી મળ્યા પછી આ કાર્યવાહીમાં વન વિભાગને સમાવેશ કરવામા આવ્યા છે.