કોટા: રાજસ્થાનના કોટામાં શુક્રવારે કોરોનાના 6 નવા કેસ સામે આવ્યા છે. હાલ કોટામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 775 પર પહોંચી છે. આ સિવાય બુંદી જિલ્લામાંથી બે પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં નીમ ખેડાના 33 વર્ષીય યુવક અને બુંદી શહેરની 30 વર્ષીય મહિલા પોઝિટિવ મળી આવી હતી.
રાજસ્થાન: કોટામાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંખ્યા 700ને પાર
રાજસ્થાનના કોટામાં શુક્રવારે કોરોનાના 6 નવા કેસ સામે આવ્યા છે. હાલ કોટામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 775 પર પહોંચી છે. આ સિવાય બુંદી જિલ્લામાંથી બે પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં નીમ ખેડાના 33 વર્ષીય યુવક અને બુંદી શહેરની 30 વર્ષીય મહિલા પોઝિટિવ મળી આવી હતી.
કોટા શહેરમાં નવા 6 કોરોના કેસ નોંધાયા
30 વર્ષીય યુવક જે બાલકુંડમાં એક ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે આ વ્યક્તિ ઘણા સમયથી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નથી ગયો. તેના ઘરની સામે રહેતી 50 વર્ષીય મહિલા અને તેના 25 વર્ષના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.