જમ્મુ કાશ્મીરમાં સામાન્ય થઈ રહ્યું છે જનજીવન, શાળા કોલેજ રાબેતામુજબ શરુ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં સૂચના અને જનસંપર્ક વિભાગના વડા શિરીશ અસગરે કહ્યું હતું કે, પ્રદેશમાં હાલ પરિસ્થિતી સામાન્ય થતી જાય છે. તેમણે સેંન્ટ્રલ કાશ્મીરમાં ડીઆઈજી વીકે બિરદી અને શિક્ષણ વિભાગના વડા યુનૂસ મલિક સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરંસ કરી હતી.
file
સૈયદે જણાવ્યું હતું કે, કાલે રવિવારના રોજ આદેશ બાદ ખોલવામાં આવેલી 190 સ્કૂલ પૈકી 166 તો શ્રીનગરમાં જ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શાળાઓમાં 30-50 ટકા કર્મચારીઓ હાજર રહ્યા હતાં. તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. ઘાટીના અન્ય જીલ્લામાં પણ આવી જ હાલત છે.