ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાણાંપ્રધાને યસ બેન્ક માટે સ્કીમ ઓફ રીકન્સ્ટ્રક્શન જાહેરાત કરી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ યસ બેન્કના સંકટ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ આગાઉ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે યસ બેન્કના ખાતાધારકોને વિશ્વાસ આપ્યો હતો કે તેમના પૈસા સુરક્ષિત છે.

નાણાપ્રધાને યસ બેન્ક માટે સ્કીમ ઓફ રીકન્સટ્રક્શનની જાહેરાત કરી
નાણાપ્રધાને યસ બેન્ક માટે સ્કીમ ઓફ રીકન્સટ્રક્શનની જાહેરાત કરી

By

Published : Mar 6, 2020, 7:12 PM IST

Updated : Mar 6, 2020, 7:35 PM IST

નવી દિલ્હી : દેવામાં ડૂબી ગયેલી યસ બેન્ક અત્યારે કપરી પરિસ્થિતિમાં છે. RBIએ યસ બેંક પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. હવે યસ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે તેવું RBIએ એક નોટિફિકેશનમાં જાહેર કર્યું છે. આ દરમિયાન નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે યસ બેંક સંકટ અંગે નિવેદન આપ્યું છે.

યસ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે તેવું RBIએ એક નોટિફિકેશનમાં જાહેર કર્યું છે. જો કે, ઇમરજન્સીની સ્થિતિમાં 5 લાખ સુધીની રકમ આપવામાં આવશે. આવી સ્થિતિમાં યસ બેંકના ખાતા ધારકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

યસ બેંકના સંકટ મુદ્દે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ખાતા ધારકોને ખાતરી આપી છે કે, સરકાર તેમના નાણા ડૂબી જવા દેશે નહીં. બેંક ખાતાધારકોના પૈસા સલામત છે. ખાતા ધારકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નાણાંપ્રધાને કહ્યું હતું કે, રિઝર્વ બેંકના અધિકારીઓ આ સમસ્યા હલ કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

આ પહેલા RBI ગવર્નર શક્તિકાંત દાસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, અમે 30 દિવસ માટે આ મર્યાદા લગાવી છે. ટૂંક સમયમાં RBI યસ બેંકને સંકટમાંથી બહાર લાવવા માટે ઝડપથી કાર્યવાહી કરશે. RBI ગવર્નરે કહ્યું હતુુ કે, બેંકને સમય આપવો પડશે, પ્રબંધન દ્વારા જરુરી પગલાં ઉઠાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેઓએ પ્રયાસ કર્યો છે. જ્યારે અમને લાગ્યું કે આ પ્રયાસ કામ નથી કરી રહ્યાં તો RBIએ હસ્તક્ષેપ કર્યો.

Last Updated : Mar 6, 2020, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details