ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IMF રિપોર્ટ છતાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપીઃ નિર્મલા સીતારમણ - ભારતીય અર્થવ્યવસ્થા

વૉશિંગ્ટનઃ IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દાવો કર્યો કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભલે ભારતના વિકાસ દરનું અનુમાન ઓછું આંક્યુ હોય પણ દેશની અર્થવ્યવસ્થા હજુ પણ ઝડપથી વિકાસ કરી રહી છે.

sitharaman

By

Published : Oct 18, 2019, 1:05 PM IST

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેને વધુ ઝડપી બનાવવાના પ્રયાસ ચાલુ છે.

સીતારમણ IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતાં,

ચીનની સાથે સરખામણી નહી કરે

સીતારમણે કહ્યું કે IMFનો નવો રિપોર્ટ ભારત અને ચીન બંનેના વિકાસ દરને 6.1 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યુ છે. પરંતુ, તે ચોક્કસ ચીન સાથે તુલના નહી કરે. IMF વિશ્વની તમામ અર્થવ્યવસ્થાનો વિકાસદર ઘટાડી દીધો છે. છતાં ભારતની અર્થવ્યવસ્થા ઝડપી વિકાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details