શ્યામ સરન નેગીએ કહ્યું કે જ્યારે પણ મતદાન થાય છે ત્યારે તેઓ ખૂબ ખુશ થાય છે. તેમણે લોકોને ભારે મતદાન કરવા અપીલ કરી છે.
આઝાદ ભારતના પહેલા મતદારે કર્યુ મતદાન, બૂથમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
ન્યૂઝ ડેસ્ક/શિમલા : આઝાદ ભારતના પહેલા મતદાતા શ્યામ સરન નેગીએ કલ્પા સ્કુલમાં બનેલા બૂથ પર મતદાન કર્યુ હતું. પોલિંગ બૂથ ખાતે શ્યામ સરન નેગીનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઝાદી પછી ભારતમાં ઇ.સ. 1952માં પહેલી વખત લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. 23 ઓક્ટોબર 1951માં જનજાતિય ક્ષેત્ર કિન્નોર ખાતે હિમવર્ષા પહેલા મતદાન કરાવવામાં આવ્યું હતું. તે સમયે શ્યામ સરન નેગીએ સૌથી પહેલા મતદાન કરીને દેશના સૌથી પહેલા મતદાર બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. શ્યામ સરન નેગી અત્યાર સુધી 31 વાર મતદાન કરી ચૂક્યા છે.
શ્યામ સરન નેગી હવે 100 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે. તેના કારણે તેમની ડાબી આંખથી જોવામાં તેમને તકલીફ પડે છે. 2017માં થયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને બૂથ સુધી લઇ જવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વખતે પણ તેમની માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.