મહારાષ્ટ્રમાં રાજકીય ચહલ પહલ વચ્ચે ધારાસભ્ય દળના નેતા એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
રાજ્યપાલ પાસે ખેડૂતો અને માછીમારો માટે મદદ માગી: આદિત્ય ઠાકરે
મુંબઈઃ શિવસેનાના ધારાસભ્ય દળના નેતા એકનાથ શિંદે અને વર્લીથી ચૂંટાઈને આવેલા આદિત્ય ઠાકરે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતાં. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષની વચ્ચે આદિત્ય ઠાકરેની મુલાકાતથી રાજકીય ગરમાવો ઉભો થયો છે. જો કે મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, રાજ્યપાલ પાસે ખેડુતો અને માછીમારો માટે સહયોગ માંગ્યો છે.
રાજ્યપાલ પાસે ખેડૂતો અને માછીમારો માટે મદદ માગી: આદિત્ય ઠાકરે
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની સાથે મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલ પાસે કિસાનો અને માછીમારો માટે સહયોગ માંગ્યો છે.
આ સાથે આદિત્ય ઠાકરે, એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાનાં નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું.