પાર્ટીએ થાણેમાંથી રાજન વિચારે, કલ્યાણથી શ્રીકાંત શિંદે, રાયગઢથી અનંત ગીતે, રત્નાગિરીથી વિનાયક રાઉતને ઉમેદવાર બનાવ્યા છે.
શિવસેનાએ મહારાષ્ટ્રમાં 21 ઉમેદવારોની યાદી જાહેર કરી
મુંબઈ: શિવસેનાએ શુક્રવારના રોજ લોકસભા ચૂંટણી માટે 23 સીટના કોટામાંથી 21 ઉમેદવારોના નામની આજે જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ મોટા ભાગની સીટ પર વર્તમાન સાંસદોને જ ઊભા રાખ્યા છે.
ફાઇલ ફોટો
આ ઉપરાંત પાર્ટીએ કોલ્હાપુરમાંથી સંજય મંડાલિક, હટકાનંગાલેથી ધર્યશીલ માને, શિરડીથી સદાશિવ લોખાંડે, શિરુરથી શિવાજીરાવ અધલરાવ, ઓરંગાબાદથી ચંન્દ્રકાન્ત ખર તથા મવાલથી શ્રીરંગ બર્નેને ઉમેદવાર બનાવ્યા છે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું છે, જેમાં 48 બેઠક અંતર્ગત 25:23 પ્રમાણે લડવાનું નક્કી કર્યું છે. પાર્ટીએ અહીં ગઠબંધનમાં નાના પક્ષો માટે કોઇ પ્રકારની સીટ રાખી નથી.