ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં પૂજા દરમિયાન મંદિરમાં શશિ થરૂર પડી જતા માથામાં આવ્યા 6 ટાંકા

તિરુવનંતપુરમ: કોંગ્રેસ નેતા અને તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરુર એક મંદિરમાં પૂજા દરમિયાન પડી ગયા હતા. પડી જવાના કારણે તેમના માથામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. જ્યાં તેમને માથામાં 6 ટાંકા આવ્યા હતા.

By

Published : Apr 15, 2019, 2:35 PM IST

Updated : Apr 15, 2019, 3:11 PM IST

ani

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો થરુર તુલાભરમ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જ્યાં તેઓ અચાનક પડી ગયા હતા જેને લઈ માથામાં ગંભીર રીતે વાગવાથી 6 ટાંકા આવ્યા છે.

શશિ થરુર એક મંદિરમાં પૂજા દરમિયાન પડી ગયા

આપને જણાવી દઈએ કે, શશિ થરુર લોકસભા ચૂંટણીમાં તિરુવનંતપુરમથી ઉમેદવાર છે તથા તેઓ પૂર્વમાં વિદેશ પ્રધાન પણ રહી ચૂક્યા છે.

Last Updated : Apr 15, 2019, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details