ત્યારે ફાધર્સ ડે પર શાહરૂખે આ એનજીઓની વેબસાઇટ લોન્ચ કરી છે. તેણે ટ્વીટર પર લખ્યું છે કે, એક ફાઉન્ડેશન જે હું મારા પિતાના નામ પરથી રાખ્યું છે- મીર ફાઉન્ડેશન- આનો ઉદેશ્ય મહિલાઓના સપોર્ટ માટે એક નેટવર્ક બનાવવાનો છે. મારી પાસે આની વેબસાઇટ દુનિયામાં બતાવવા માટે ફાધર ડેથી ઉતમ દિવસ ન હોય શકે !
Father's Day Special: શાહરૂખે તેના પિતાને આપી ખાસ ભેટ - Father's Day Special
મુંબઇઃ આજ રોજ ફાધર્સ ડે પર તમામ બૉલીવૂડ સ્ટારે તેમના પિતાને યાદ કરી શુભેચ્છાઓ આપી છે. ત્યારે શાહરુખ ખાને પણ આ પ્રસંગે પોતાના પિતા માટે કંઈક વિશેષ કર્યું છે. શાહરૂખ ખાન તેમના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામ પર એક એનજીઓ ચલાવે છે. આ એનજીઓ એસીડ એટેક સર્વાઇવર માટે કામ કરે છે.
ફાઇલ ફોટો
વેબસાઇટ વિશે શાહરૂખ કહ્યુ કે, 'હું લોકો માટે અને ખાસ કરીને મહિલાઓ માટે કંઈક કરવા માંગુ છું. મારુ સપનુ છે કે હું મહિલાઓ માટે એક એવું વાતાવરણ ઊભું કરુ કે જ્યાં તેઓ તેમના ભૂતકાળને ભૂલીને તેમનું ભવિષ્ય સમજી અને જીવી શકે. કદાચ આ વિચાર કંઈક વધુ આદર્શવાદી છે પરંતુ, હું માનું છું કે જો આપણે બધા જ એક બનીશું, તો આપણે ચોક્કસપણે મહિલાઓને સશક્ત બનાવવા માટે સફળ થઈશું.'