હકિકતમાં બન્યું છે એવું કે, બિહારમાં ભાગલપુર બેઠક પરથી શાહનવાઝ ચૂંટણી લડતા આવે પણ જ્યારથી ભાજપનું બિહારમાં નીતિશ કુમાર સાથે ગઠબંધન થયું છે ત્યારથી આ બેઠક નીતિશ કુમારના ખાતામાં જતી રહી છે. ટિકીટ વહેંચણી થઈ ત્યાં સુધી છેલ્લી અણી પર એવી જ ચર્ચા ચાલતી હતી કે, શાહનવાઝને પાછા સિમાંચલ મોકલી દેવાશે. કારણ કે, ત્યાં અલ્પસંખ્યક બહુમતી વાળા વિસ્તારમાં કિશનગંઝ અથવા તો અરરિયામાંથી ઉમેદવાર બનાવી શકે છે. જો કે, એવું પણ ન થયું. પાર્ટીએ તેમને ત્યાં પણ ટિકીટ ન આપી. પોતાનું પત્તું કપાઈ જવાથી તેમણે ટ્વીટના માધ્યમથી પોતાની હૈયાવરાળ કાઢી છે.
ટિકીટ ન મળતા શાહનવાઝે નીતિશ કુમાર પર ઠીકરું ફોડ્યું - election 2019
નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શાહનવાઝ હુસૈન 2019 લોકસભા ચૂંટણી નહીં લડી શકે. કારણ કે, પાર્ટીએ તેમને ટિકીટ નથી આપી. જેને લઈ આજકાલ શાહનવાઝ મુંઝવણમાં મુકાઈ ગયા છે.
શાહનવાઝ હુસૈન
શાહનવાઝે આ તમામ માટે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર તથા તેમની પાર્ટી જદયુંને જવાબદાર કહ્યા છે. શાહનવાઝે ટ્વીટ કરી જણાવ્યું કે, નીતિશ કુમારે મારી સીટ ઝૂંટવી લીધી છે.
Last Updated : Mar 24, 2019, 2:06 PM IST