આ અંગે શાહિદ કપૂરને શુક્રવારે ટ્વીટ કરતા ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું. તેણે ટ્વીક કરતા કહ્યું હતું કે,‘મેં હમણાં જ પુલવામા આતંકી હુમલા અંગે સાંભળ્યું છે, આ દુઃખદ સમાચાર છે અને અફસોસની વાત છે, હું શહીદોના પરિવારોને આ સંકટનો સામનો કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.’
#Pulwama: હુમલાના એક દિવસ બાદ શાહિદનું ટ્વીટ, થયો ટ્રોલ - attack
હૈદરાબાદઃ જમ્મુ-કશ્મીરના શ્રીનગર નજીક પુલવામા થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ભારે રોષ ફેલાયો છે. આ આતંકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતાં, તો કેટલાક જવાનો ઘાયલ પણ થયા હતાં. દેશમાં ઉરી બાદના સૌથી મોટા આ આતંકી હુમલાએ દેશ સહિત સમગ્ર દુનિયામાં ચકચાર મચાવ્યો હતો.
જોકે શાહિદ કપૂરના આ ટ્વિટ બાદ ચાહકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. એક ટ્વિટર યુઝર્સે તો ટ્વીટ પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, આ ઘટના ગુરૂવારે બની હતી અને હજુ માત્ર સાંભળ્યું જ છે, ત્યારે બીજી એક કમેન્ટ એવી પણ આવી હતી કે, તમારુ ઈન્ટરનેટ આટલું ધીમું છે. જ્યારે એક ટ્વીટ યુઝર્સે તો ટ્રોલ કરતા લખ્યું હતું કે, તમારૂ પૃથ્વી પર સ્વાગત છે. આમ, ટ્વીટ પર શાહિદ કપૂરને આ પ્રકારે જવાબો સાંભળવા મળ્યા હતાં. જોકે આ ઘટના એટલી મોટી હતી કે, દેશભરમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે, ત્યારે બૉલિવૂડ જગતમાં પણ આ ઘટનાને લઈ આકરી નિંદા કરવામાં આવી હતી.