નવી દિલ્હીઃ દિલ્હીના તીસ હજારી કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને પિતાના હત્યાના કેસમાં કુલદીપ સિંહ સેંગરને 10 વર્ષની કેદની સજા આપી છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ધર્મેશ શર્માએ સેંગર પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટે કહ્યું કે, આ દંડની રકમ પીડિતાને આપવામાં આવશે, કોર્ટે સેંગર સહિત બાકીના સાત આરોપીઓને ઉમર કેદની એને 10 લાખના દંડની સજા આપી છે. કોર્ટમાં સીબીઆઇએ સેંગર સહિત દરેક સાત આરોપીઓને ઉમર કેદની માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન સેંગરે કહ્યું કે, મેં કોંઇ ખરાબ કર્યું હોય તો મને ફાંસી પર લટકાવવામાં આવે અને મારી આંખોમાં તેજાબ નાખવામાં આવે. 4 માર્ચના રોજ કોર્ટે સેંગર સહિત સાત લોકોને આરોપી કરાર સાબિત કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આ મામલામાં ચાર આરોપીઓને છોડી દીધા છે.