કોંગ્રેસના કોઈ પણ સભામાં સફેદ પોશાકમાં નજર આવનાર કાર્યકર્તા સેવાદળના લોકો હોય છે. જે વ્યવસ્થા અને સુવિધા પર નજર રાખે છે. કોંગ્રેસના દરેક આયોજનને સફળ બનાવાની જવાબદારી તેમના પર હોય છે. હાલ જ્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે દરેક જગ્યાએ કોંગ્રેસની સ્થિતી મજબૂત કરવા સેવાદળ જોતરાઈ ગયું છે.
લોકસભા ચૂંટણીમાં RSSને ટક્કર આપશે કોંગ્રેસનું આ 'સેવાદળ' - BJP
નવી દિલ્હી: ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે અને તમામ પક્ષો પોતાના કાર્યકર્તાઓ અને તમામ સંગઠનો પાયાના સ્તર પર સક્રિય કરવામાં લાગી ગયા છે. કોંગ્રેસના કાર્યકર્તા પણ જન-જન સુધી પહોંચી રહ્યા છે. જેમાં સેવાદળના કાર્યકર્તાઓનું ખાસ યોગદાન છે. જેવી રીતે ભાજપના ચૂંટણી પ્રચારમાં RSSનું યોગદાન હોય છે.
sevadal
સેવાદળ યુથ બ્રિગેડના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આશુ ત્યાગીએ જણાવ્યુ કે, ચૂંટણીને ધ્યાને લઈ તેમનું સંગઠન પૂરી રીતે તૈયાર છે અને જમીન પર ઉતરી કોંગ્રેસના પક્ષમાં સ્થિતી બનાવા માટે કામ કરી રહ્યા છે. સેવા દળની મહીલા એકમની અધ્યક્ષ રાજકુમારી ગુપ્તાએ કહ્યુ કે, જો કે દિલ્હી પ્રદેશ કોંગ્રેસની કમાન શિલા દિક્ષિતના હાથમાં છે. તેવામાં જરુરી થઈ જાય છે કે, વધારેમાં વધારે મહિલાઓને કોંગ્રેસમાં જોડવામાં આવે.