પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ઈસ્લામપુર દિગિરપર મતદાન કેન્દ્ર પર અજાણ્યા લોકોએ કથિત રીતે મત આપવા આવતા લોકોને રોકી રહ્યા હતા. જેના જવાબમાં સુરક્ષા કર્મીઓએ ટીયરગેસ અને લાઠીચાર્જથી તેમને ત્યાંથી ખદેડી મુક્યા હતા. ત્યાર બાદ ફરી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.
બંગાળમાં ચાલું મતદાને હિંસા, CPM સાંસદની ગાડી પર હુમલો
ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળના રાયગંઝમાં ટીએમસીના કરેલા હુલ્લડ બાદ સીપીએમ ઉમેદવાર અને સાંસદ મોહમ્મદ સલીમની ગાડીમાં હુમલો કર્યો હતો. ઈસ્લામપુર વિસ્તારમાં સાંસદની ગાડીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પહેલા સવારે ભાજપ અને ટીએમસી કાર્યાકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.
ani
સવારમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તા એક બીજા સામે ઝપાઝપી બોલાવી હતી. બંને જૂથના કાર્યકરો વચ્ચે ઝઘડો થતા માહોલ તંગ બન્યો હતો.
Last Updated : Apr 18, 2019, 12:56 PM IST