અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે, શ્રીનગરની એક હોસ્પિટલમાંથી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના વિશેષ ઓપરેશન જૂથે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના હાજિન વિસ્તારના રહેવાસી નિસાર અહેમદ ડારને શહેરના શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલમાંથી ધરપકડ કરી છે.
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડ કરી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસના વિશેષ ઓપરેશન જૂથે ઉત્તર કાશ્મીરમાં નિસાર અહેમદ ડારની ધરપકડ કરી છે. નિસાર અહેમદ ડારનો સંબંધ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જણાવવામાં આવી રહ્યો છે.
લશ્કર-એ-તૈયબાનો આતંકી પકડાયો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નિસાર અહેમદ ડારનો સંબંધ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે હતો. આ અંગે વધુ તપાસ કરવામાં આવી છે.
આ પહેલા ગાંદરબાલમાં થયેલા એક એન્કાઉન્ટર દરમિયાન નિસાર અહેમદ ડાર ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક આતંકી માર્યો ગયો હતો.