કોચી: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટૈચ્યૂ ઑફ યૂનિટી વચ્ચે ઉડાન ભરનાર સીપ્લેન માલદીવથી કોચી પહોંચ્યું છે. સમુદ્રમાં પણ ચાલી શકે તેવું વિમાન કોચી પહોંચ્યું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા જિલ્લામાં સ્થિત સ્ટેચ્યૂ ઑફ યૂનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરુ કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, આ બધું યોજના મુજબ થશે. તો સીપ્લેનની સેવા 31 ઓક્ટોબરે કરવામાં આવશે. સ્પાઈસ જેટ કંપનીએ ટ્વિન ઓટર 300 સીપ્લેન ભાડે લીધા છે. જેમાં એકસાથે 12 લોકો મુસાફરી કરી શકે છે.
શું છે સી પ્લેનની ખાસીયત
- સી પ્લેન જમીન અને પાણી બંન્ને પરથી ઉડાન ભરી શકે છે.
- પાણી અને જમીન બંન્ને પર સીપ્લેનને લેન્ડ પણ કરી શકાય છે.
- અંદાજે 300 મીટરના રનવે થી સીપ્લેન ઉડાન ભરી શકે છે.
- 300 મીટરની લંબાઈ વાળા જળાશયનો ઉપયોગ હવાઈ-માર્ગના રુપમાં સંભવ છે.
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ચૂંટણી દરમિયાન 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત સાબરમતી રિવરફ્રન્ટમાં સીપ્લેનથી ઉડાન ભર્યું હતુ. ત્યારબાદથી સી પ્લેનને લઈ લોકોમાં ઉત્સુક્તા જાગી છે. વડાપ્રધાનની સીપ્લેનની હવાઈ મુસાફરી સાબરમતી રિવરફ્રન્ટથી અમદાવાદ સુધી રહી હતી.
આ પણ વાંચો :