આ નવીનતમ ડીસઇન્ફેક્ટેડ એક્ઝામીનેશન બુથની રચના ટેલીફોન બુથની જેમ બંધ કેબીન જેવી હોય છે જેથી દર્દી સાથે સીધા સંપર્કમાં આવ્યા સીવાય જ ડૉક્ટર તેનુ પરીક્ષણ કરી શકે છે અને કોરોના વાયરસથી સંક્રમીત થવાથી બચી શકે છે. આ બુથ લેમ્પ, ટેબલફેન, રેક તેમજ અલ્ટ્રાવાયોલેટ લાઇટથી સજ્જ છે.
દરેક દર્દી ચેમ્બર છોડે ત્યાર બાદ ચેમ્બરમાં લગાવેલી અલ્ટ્રાવાયોલેટ લાઇટ આ ચેમ્બરને ડીસઇન્ફેક્ટ કરે છે. બુથમાં લગાવવામાં આવેલી UV લાઇટ 15 વોટના રેટીંગ સાથે 254nmની વેવલેન્થ ધરાવે છે જે 3 મીનિટની અંદર ચેમ્બરમા રહેલા મોટાભાગના જીવાણુઓનો નાશ કરે છે. દર્દીની શારીરિક તપાસ માટે મોજાની એક જોડી પણ બુથમાં આપવામાં આવે છે. આ ઉપરાંત આ ચેમ્બરની સાઇડ ફ્રેમમાં એક એન્ટ્રી ટનલ આપવામાં આવી છે જેમાંથી સ્ટેથોસ્કોપ પસાર કરી શકાય છે. આ એન્ટ્રી ટનલ દ્વારા ડૉક્ટર દર્દી સુધી સ્ટેથોસ્કોપ પહોંચાડીને તેના હ્રદયના ધબકારા અને શ્વાસના અવાજને સાંભળી શકે છે.
આ પરીક્ષણ પછી: