ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Covid-19ની ચોક્કસ દવા અને રસીની શોધ કરવા માટે વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો હ્યુમન ઇમ્યુનોમનો ઓનલાઇન એટલાસ

એક તરફ દુનિયા જ્યારે કોરોના વાઇરસની કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ત્યારે સાઇન હેલ્થ ડ્યુક-NUS એકેડેમીક મેડીકલ સેન્ટરે માણસની ઇમ્યુન સિસ્ટમને તૈયાર કરતા ઇમ્યુનોમ અથવા જનીનોનો અને પ્રોટીનનો ઇન્ટરેક્ટીવ વેબ આધારીત એક એટલાસ તૈયાર કર્યો છે. આ એટલાસને EPIC (એક્સ્ટેન્ડેડ પોલીડાયમેન્શનલ ઇમ્યુનોમ કેરેક્ટરાઇઝેશન) નામ આપવામાં આવ્યુ છે.

online atlas of human immunome
online atlas of human immunome

By

Published : Jun 13, 2020, 4:21 AM IST

સિંગાપોર: દુનિયાભરના લોકો એક તરફ નોવેલ કોરોના વાઇરસની મહામારી સામે લડત આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ સાઇનહેલ્થ ડ્યુક-NUS એકેડેમીક મેડીકલ સેન્ટર (AMC)ના વૈજ્ઞાનિકોએ માણસની રોગ પ્રતિકારક ક્ષમતાને તેયાર કરતા હ્યુમન ઇમ્યુનોમ અથવા જનીનો એને પ્રોટીનનો એક એટલાસ તેયાર કર્યો છે.

EPIC (એક્સટેન્ડેડ પોલીડાયમેન્શનલ ઇમ્યુનોમ કેરેક્ટરાઇઝેશન) કોર્ડ બ્લડથી લઈને એડલ્ટ સ્ટેજ સુધીના વ્યાપક અને વિસ્તૃત ઇમ્યુન સેલ ડેટાબેઝને હોસ્ટ કરે છે. રોગ પ્રતિકારક ક્ષમતાની પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકોના સમુદાય દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે.

ડેટા સેટનુ વર્ગીકરણ અને વિષ્લેષણ કરવા માટે ઇમ્યુન મેપ અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (AI)નો ઉપયોગ કરીને EPIC આ અભ્યાસને વધુ ઉંડાણપુર્વકનો અને ચોક્કસ બનાવવામાં મહત્વની ભૂમીકા ભજવે છે. જેનો વૈજ્ઞાનિકો મુક્તપણે ઉપયોગ કરી શકે છે.

સાઇનહેલ્થ ડ્યુક-NUS ટ્રાન્સલેશનલ ઇમ્યુનોલોજી ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર અને આ અભ્યાસના મુખ્ય સંશોધક પ્રોફેસર સાલ્વાટોર અલ્બાનીએ જણાવ્યુ હતું કે, હ્યુમન ઇમ્યુનોમનો અભ્યાસ કરવો એ સેલ્યુલર લેવલ પર હ્યુમન બોડીનો MRI લેવા સમાન છે. આ અભ્યાસ શું સાચુ છે અને શું ખોટુ છે અને આપણે રોગ પર કાબુ મેળવવા માટે શું કરી શકીએ છીએ તે તરફ આપણું ધ્યાન દોરે છે. આપણે આશા રાખીએ કે, હ્યુમન ઇમ્યુનોમના વ્યાપક ડેટા સેટ અને વિષ્લેશણાત્મક સાધન તરીકે જેનો ઉપયોગ થાય છે. તેવુ EPIC વૈજ્ઞાનિકો અને તબીબોને ઇમ્યુનીટીની પદ્ધતિને સમજવામાં ચોક્કસ દવા સામે માણસના શરીરના પ્રતિભાવ વિશે અનુમાન કરવામાં તેમજ નવી રસી અને થેરાપીને શોધવામાં મહત્વની ભૂમીકા ભજવશે.

પ્રોફેસર અલ્બાનીએ જણાવ્યું હતું કે, રસી તૈયાર કરતી વખતે વૈજ્ઞાનિકો એવા ઇમ્યુન સીગ્નેચરને ધ્યાનમાં રાખે છે, જે રસી સામે શરીરના સંભવિત પ્રતિસાદ તરફ તેમનું ધ્યાન દોરી શકે છે. EPIC આ સીગ્નેચરને વધુ સારી રીતે ઓળખી શકે છે અને રસી તૈયાર કરવામાં ગતી પ્રદાન કરી શકે છે.

EPIC રસીની શોધ કરવાની પ્રક્રિયાને પણ ગતી આપી શકે છે. હાલમાં તબીબો-વૈજ્ઞાનિકો અને સંશોધકો EPICનો ઉપયોગ આર્થરાઇટીઝ, લીવર કેન્સર અને રોગપ્રતિકારક ક્ષમતાને લગતી ખામીઓ જેવા રોગોને સમજવા માટે કરી રહ્યા છે.

કે. કે. વુમન્સ એન્ડ ચીલ્ડ્રન્સ હોસ્પીટલના મેડીસીન વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. યેઓ જુ ગુઆન EPICનો ઉપયોગ સીસ્ટમીક લ્યુપસ એરીથેમેટોસસનો જેવા ઓટો-ઇમ્યુન ડિસીઝના તબીબી પરીણામોના ઇમ્યુન સીગ્નેચર અને સંભવિત રોગ નિવારક લક્ષ્યોને ઓળખવા માટે કરી રહ્યા છે.

ડૉ. યેઓએ જણાવ્યુ હતુ કે, જે તબીબો-વૈજ્ઞાનિકો ઇમ્યુનોલોજીકલ ડેટાનો તેમના સંશોધન માટે ઉપયોગ કરી રહ્યા છે, તેમના માટે EPIC ખુબ જ ઉપયોગી છે. કારણ કે, તે ખુબ મોટા પ્રમાણમાં સાયટ્રોમેટ્રી ડેટા સેટ અને તેના વિશ્લેષણ માટેના યોગ્ય સાધનો પ્રદાન કરે છે. તેનુ બીલ્ટ-ઇન બાયો-ઇન્ફોર્મેટીક્સ ઓછી જાણકારીની પૃષ્ઠભુમી ધરાવતા સંશોધનકારોને પણ ડેટાની સહેલાઈથી પુછપરછ કરવાની પરવાનગી આપે છે. ડેટાના પ્રેઝન્ટેશનનું ડાયનેમીક અને ઇન્ટરેક્ટીવ ફોર્મેટ એ EPICની અન્ય એક ખાસીયત છે. તે સંશોધનકારના દરેક નવા વિચાર સાથે તેને નવો દૃષ્ટિકોણ પુરો પાડે છે.

ઉલ્લેખનીય છે કે, EPICને શરૂઆતમાં માત્ર એશિયન ફિનોટાઇપ્સ સાથે શરૂ કરવામાં આવ્યુ હતુ પરંતુ બાદમાં સમય સાથે તેનુ વિસ્તરણ કરવામાં આવ્યુ હતું. જેમાં યુરોપીયન યુનીયન અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્ત્રોતમાંથી ઇમ્યુન સેલના ડેટાબેઝનો સમાવેશ કરવામાં આવ્યો. તેને એક એવા ઓપન-સોર્સ ટુલ તરીકે વિકસાવવામાં આવ્યુ છે, જે દરેક સંશોધનકાર માટે સુલભ છે. તો બદલામાં તે દરેક સંશોધનકારને સેમ્પલ, ડેટા અને વિષ્લેશણના સાધનોનું યોગદાન આપવાની પરવાનગી પણ આપે છે.

ABOUT THE AUTHOR

...view details