ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુરી રથયાત્રા: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો પ્રસ્તાવ, ભક્તોને સામેલ કર્યા વગર યોજી શકાય રથયાત્રા - પુરી

ઓડિશાની પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પર કોરોનાને કારણે આ વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. જે અંગે રથયાત્રા રોકવા માટેના આદેશમાં સુધારાની માગ સાથે થયેલી અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

Puri Rath Yatra
જગન્નાથની

By

Published : Jun 22, 2020, 7:38 AM IST

Updated : Jun 22, 2020, 12:57 PM IST

નવી દિલ્હી: પુરીની જગન્નાથજીની રથયાત્રા પર રોકના તેના આદેશમાં સુધારાની માગ સાથે થયેલી અરજીઓ અંગે આજે સુપ્રીમકોર્ટ સુનાવણી કરશે. કોર્ટે 18 જૂને પુરી સહિત રાજ્યમાં વિવિધ સ્થળે યોજાતી રથયાત્રા પર રોક લગાવતાં કહ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભીડને મંજૂરી ન આપી શકાય.

આ અંગે સુપ્રીમકોર્ટમાં 4 રિવ્યૂ પીટિશન દાખલ કરવામાં આવી છે. જે અંગે જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ આજે સુનાવણી કરશે. જગન્નાથ મંદિર સમિતિ, ગોવર્ધન પીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા સંગઠનોએ પુરીની રથયાત્રા પરની રોક હટાવવા માગ કરી છે.

Last Updated : Jun 22, 2020, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details