ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી કમિશન કેસ: સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ પસાર કરવા ઇનકાર કર્યો

સુપ્રિમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકારની આઇએએસ રમેશકુમારને રાજ્યના ચૂંટણી કમિશનર પદે ફરી લાવવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકવાની માંગણી પર વચગાળાના આદેશ પસાર કરવાનો ઇનકાર કરી દીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો ...

ાિુ
ેમ

By

Published : Jul 8, 2020, 8:49 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આઈએએસ રમેશકુમારને રાજ્ય ચૂંટણી કમિશનર પદ પર ફરી લાવવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાની અરજી પર વચગાળાના ઓર્ડર પસાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

ખંડપીઠે કહ્યું કે, આ મામલાનો નિકાલ બેથી ત્રણ અઠવાડિયામાં આવશે. તેથી હવે આ માટે કોઈ વચગાળાના આદેશ પાસ કરવામાં આવશે નહીં.

આ વર્ષની શરૂઆતમાં, એક વટહુકમ દ્વારા, આંધ્રપ્રદેશ સરકારે આઈએએસ રમેશ કુમારના 5 વર્ષના કાર્યકાળમાં ઘટાડો કર્યો હતો, જેને કુમારે હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો.

આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારના આદેશ પર સ્ટે રાખતા રમેશકુમારે રાજ્ય ચૂંટણી કમિશનર પદનું કાર્યભાર ફરી સંભાળ્યો હતો. જે બાદ રાજ્ય સરકાર હાઇકોર્ટના આ આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

ABOUT THE AUTHOR

...view details