ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની મફત સારવાર કેમ નહીં: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણના ઉપચાર અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. કોર્ટે પૂછ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમણની મફત સારવાર કેમ ન કરી શકાય?

ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની મફત સારવાર કેમ નહીં: સુપ્રીમ કોર્ટ
ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની મફત સારવાર કેમ નહીં: સુપ્રીમ કોર્ટ

By

Published : May 27, 2020, 4:58 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના ચેપના ઉપચાર અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો હતો. કોર્ટે પૂછ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં કોરોના ઇન્ફેક્શનની સારવાર મફતમાં કે ઓછા ખર્ચે કેમ કરી શકાતી નથી.

લાઇવ લોના અહેવાલ મુજબ, આ કેસની સુનાવણી ત્રણ ન્યાયાધીશોની બેંચમાં થઈ હતી. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે, ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને હષિકેશ રોયની ખંડપીઠે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે, હોસ્પિટલોની સૂચિ પ્રદાન કરો જ્યાં કોરોના ચેપને સૌથી નીચા ભાવે અથવા મફતમાં સારવાર થઇ શકે.

કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સારવારથી સંબંધિત અન્ય કેસમાં સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને મંજૂરી આપી દીધી છે. તમિળનાડુ સરકારે ચેન્નઈની બિલોરોથ હોસ્પિટલના ટોચના 4 માળને કોવીડ -19 ના દર્દીઓની સારવાર માટે મંજૂરી આપી. કોર્ટે રાજ્ય સરકારને ડોક્ટર, નર્સિંગ સ્ટાફની સાથે અન્ય સેવાઓ માટેની પણ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.

હોસ્પિટલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કોરોના દર્દીઓ માટે આ માળનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી અને તેના માટે 150 પલંગની ફાળવણી પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details