ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચમકી તાવને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને UP સરકાર પાસે માંગ્યો જવાબ - chamki fever

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બિહારના મુજફ્ફરપુરમાં ચમકી તાવથી થઈ રહેલા બાળકોના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારની સાથે-સાથે બિહાર અને ઉત્તરપ્રદેશ સરકારને પણ 7 દિવસની અંદર સોગંદનામું જમા કરવાનું જણાવ્યું છે.

chamki fever

By

Published : Jun 24, 2019, 5:40 PM IST

Updated : Jun 24, 2019, 6:19 PM IST

બિહારમાં આ સમયે ચમકી તાવ (અક્યુટ ઈન્સેફિલાઈટિસ સિન્ડ્રોમ)થી થતા બાળકોના મૃત્યુ પર રાજ્ય અને કેન્દ્ર પાસે જવાબ માગવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્ર કોર્ટને જણાવે કે, તાવથી નિવારણ માટે કેવા પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે.

કોર્ટે તેના માટે સાત દિવસની અંદર સોગંદનામું જમા કરીને જવાબ આપવાનું કહ્યું છે. જમા કરવામાં આવેલી જનહિત અરજીમાં બિન-સુવિધાઓ પર પશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજીમાં ઉત્તરપ્રદેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2017માં UPના ગોરખપુરમાં 1000થી વધારે બાળકોના આ બીમારીના કારણે મૃત્યુ થયા હતા. ગોરખપુરમાં વર્ષ 1978થી અત્યાર સુધીમાં 25,000 બાળકોએ જીવ ગુમાવ્યા છે.

ચમકી તાવને લઈને મનોહર પ્રતાપ અને સનપ્રીત સિંહ અજમાનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં બિહાર અને કેન્દ્ર સરકારને ચમકી તાવથી નિપટવા માટે ડૉક્ટરો અને 500 ICUની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. ચમકી તાવથી અત્યાર સુધીમાં 175થી વધારે બાળકોના મૃત્યુ થયા છે.

Last Updated : Jun 24, 2019, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details