ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પરપ્રાંતિય મજૂરોને સ્થળાંતર દરમિયાન ભોજન-પાણી પુરૂં પાડવા સુપ્રીમ કોર્ટેનો રાજ્ય સરકારને આદેશ

સુપ્રિમ કોર્ટે પરપ્રાંતિય મજૂરોને લગતા મામલા પર સુનાવણી કરતાં કહ્યું હતું કે, અમે સ્થળાંતર કરનારાઓની વતન જવા માટે પડતી મુશ્કેલીઓથી ચિંતિત છીએ.

SC
SC

By

Published : May 28, 2020, 4:57 PM IST

Updated : May 28, 2020, 5:08 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને પરપ્રાંતિઓને ખોરાક અને આશ્રય આપવાની સૂચના આપી છે.

સુપ્રિમ કોર્ટે પરપ્રાંતિય મજૂરોને લગતા મામલા પર સુનાવણી કરતાં કહ્યું હતું કે, અમે સ્થળાંતર કરનારાઓની વતન જવા માટે પડતી મુશ્કેલીઓથી ચિંતિત છીએ.

પરિવહન અને તેમને ખોરાક અને પાણીનીઆપવાની પ્રક્રિયામાં નોંધ્યું છે કે તેમાં ઘણી ક્ષતિઓ છે.

કોર્ટે આ 5 મુદ્દાઓ રાજ્ય અને કેન્દ્રને તાત્કાલિક પાલન કરવા માટે કહ્યું

1. કામદારોના પરિવહન માટે ટ્રેન અથવા બસ દ્વારા કોઈ ભાડું લેવામાં આવશે નહીં. રાજ્યો દ્વારા આ ભાડું ચૂકવવાનું રહેશે.

2. વિવિધ સ્થળોએ ફસાયેલા તમામ સ્થળાંતર કામદારોને સંબંધિત રાજ્ય અને યુ.ટી. દ્વારા તેમના સ્થાનો પર ભોજન આપવામાં આવશે.

3. રાજ્ય અને સરકાર દ્વારા સ્થળાંતર મજૂરોની નોંધણી કરવામાં આવશે,

4. અને ત્યારબાદ તેમણે આ બસ તે ટ્રેન પકડી કે તેમા બેઠા છે કે નહીં તેની પણ તપાસ થઈ જોઇએ

5. આ સંપૂર્ણ માહિતી તમામ સંબંધિતોને જાહેર કરવાની રહેશે.

આગામી સુનાવણી 5 જૂન માટે મૂલતવી રાખવામાં આવી છે.

Last Updated : May 28, 2020, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details