વારાણસી સીટ પર ભાજપમાંથી વડાપ્રધાન મોદી લડી રહ્યા છે જ્યાં તેમની સામે ટક્કર આપવા સસ્પેન્ડેડ બીએસએફ જવાન તેજબહાદૂરે પણ નામાંકન ભર્યું હતું. બાદમાં સપાએ તેમણે ટિકીટ આપી હતી અને પોતાની પાર્ટીના ઉમેદવાર બનાવ્યા હતાં. બાદ ચૂંટણી પંચને જવાને રજૂ કરેલા નામાંકનમાં વાંધો ઉઠાવતા તેમનું નામાંકન રદ કરી નાખ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું, બતાવો તેજબહાદૂરનું નામાંકન કેમ રદ કર્યુ ? - sc
ન્યૂઝ ડેસ્ક: વારાણસીથી વડાપ્રધાન મોદીની સીટ પર ઉમેદવાર જવાન તેજબહાદૂરની નામાંકન રદ થતાં તેમણે સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યા હતાં જ્યાં આજે તેમની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે.
ians
આ ઘટના બાદ જવાને સુપ્રીમ કોર્ટ જવાનું પસંદ કર્યું હતું જેને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં આ અરજીની સુનાવણી હતી. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું હતું કે, બતાવો તેજબહાદૂરનું નામાંકન કેમ રદ કર્યું છે. આ માટે કોર્ટે ચૂંટણી પંચને આવતી કાલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આવતી કાલે ફરી આ કેસમાં સુનાવણી થવાની છે.