આ વચ્ચે રાજકોટ ખાતે આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમનાર દેશોના નામનું બેનર્સ લગાડવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન દેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આજરોજ પાકિસ્તાન દેશના નામને તે બેનર્સમાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું.
પુલવામાં હુમલા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આવ્યું હરકતમાં, બેનરમાંથી હટાવ્યું પાકિસ્તાનનું નામ - pakistan
રાજકોટઃ જમ્મુ કાશ્મીરમાં ભારતીય જવાનો પર થયેલા આતંકવાદી હુમલામાં 40 કરતા વધારે જવાનો શહીદ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ ઉઠ્યો છે. દેશવાસીઓમાં હવે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ પણ ન રમવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
જમ્મૂ કાશ્મીરના પુલવામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40થી વધારે જવાનો શહીદ થયા છે. ત્યારે આ હુમલા બાદ દેશમાં ઠેર-ઠેર પાકિસ્તાન અને આતંકવાદી વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમ કેન્દ્ર સરકાર પાસે આ આતંકી હુમલાનો બદલો લેવાની પણ માગ ઉઠી રહી છે. તો બીજી તરફ દેશમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવાની પણ એક લોકમાગ ઉઠી છે. ત્યારે દેશભરના અલગ-અલગ સ્ટેડિયમમાંથી પાકિસ્તાની ક્રિકેટરોના નામ અને તેના દેશના ફોટાઓ પણ હટાવવામાં આવી રહ્યાં છે. જેને લઈને રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પણ બેનર્સમાં લગાડવામાં આવેલા પાકિસ્તાન દેશના નામને દૂર કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચે કોઇપણ પ્રકારનો સંબંધ ન રહે અને ક્રિકેટ મેચ પણ ન રમાય તેવી ઉગ્ર માગ લોકો ઉઠાવી રહ્યાં છે.