માહિતીની જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, સાઉદી ભારતની ઊર્જા, શુદ્ધિકરણ, પેટ્રો-કેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં રોકાણ કરશે.
ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે સાઉદી અરબ
નવી દિલ્હી: સાઉદી અરેબિયાએ ભારતમાં 100 અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની વાત કહી છે. વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સની આ જાહેરાતનું સ્વાગત કર્યું છે.
ફાઈલ ફોટો
અગાઉ બંને દેશ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રિન્સ સલમાન અને વડાપ્રધાન મોદીની હાજરીમાં ભારતીય વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ અને સાઉદી અધિકારીઓ વચ્ચે દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી હતી.