ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના સ્વાસ્થય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો ફરી થશે કોરોના ટેસ્ટ - latestgujaratinews

દિલ્હીના સ્વાસ્થય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો આજે બુધવારે ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમનો કાલે પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

etv bharat
etv bharat

By

Published : Jun 17, 2020, 2:46 PM IST

નવી દિલ્હી : દિલ્હીના સ્વાસ્થય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો આજે બુધવારે ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામા હજુ પણ તકલીફ છે, માટે તેઓને ઑકસિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તબિયતમાં સુધારો ન જોવા મળતા તેમનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે રિપોર્ટ આજે બુધવારની રાત સુધીમાં આવશે.

આપને જણાવી દઈએ કે, કાલે સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડૉકટરે ફરી તેમનો ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ પડતા સત્યેન્દ્ર જૈનને રાજીવ ગાંધી સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમને ઑકસિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમણે ટ્વિટરના માધ્યથી તેમના સ્વાસ્થય અંગે જાણકારી આપી હતી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમને લઈ ટ્વિટ કરી ખબર અંતર પુછ્યા હતા. હવે સત્યેન્દ્ર જૈનના કોરોના રિપોર્ટની રાહ જોવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details