જણાવી દઈએ કે, મલિકે રવિવારના રોજ આતંકવાદીઓને કહ્યું કે, તેઓ સુરક્ષાકર્મીઓ સહિત નિર્દોષ લોકોની હત્યા કરવાનું બંધ કરે. તેમજ તેમના બદલે એ લોકોને નિશાન બનાવે જેઓએ વર્ષો સુધી કાશ્મીરની સંપદાને લૂંટી છે.
સત્યપાલ મલિકે પોતાના નિવેદન પર ખુલાસો કર્યો પોતાના નિવેદનને સ્પષ્ટ કરતા મલિકે કહ્યું કે, મેં જે પણ કહ્યું તે સતત વધી રહેલા ભ્રષ્ટાચારને કારણે હતાશ અને ગુસ્સામાં કહ્યું. રાજ્યપાલ તરીકે મારે આવું નિવેદન ન આપવું જોઈએ પરંતુ આ મારી ખાનગી વિચારસરણી છે. કેટલાંક નેતાઓ ભ્રષ્ટાટચારમાં ડૂબેલા છે.
તો બીજી તરફ ઉમર અબ્દુલ્લાના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા મલિકે કહ્યું કે, તેઓ (અબ્દુલ્લા) રાજકારણમાં નવા છે. જે દરેક મુદ્દે ટ્વિટ કરે છે. તેમના ટ્વિટ પર આવેલી પ્રતિક્રિયાઓ વાંચી જુઓ તમે ખુદ સમજી જશે.
સત્યપાલ મલિકે પોતાના નિવેદન પર ખુલાસો કર્યો તેઓએ વધુમાં કહ્યું કે, 'અહીં જુઓ મારી પ્રતિષ્ઠા, પબ્લિકને પૂછો, મારી પણ પૂછો અને તેમની પણ પૂછો. હું દિલ્હીમાં મારી પ્રતિષ્ઠાને કારણે છું અને તમે તમારી પોતાની પ્રતિષ્ઠાને કારણે ત્યા છો'
રાજ્યપાલ મલિકે એ પણ કહ્યું કે, મારી પાસે તમારી જેમ પૂર્વજોનો વારસો નથી. સામાન્ય ઘરમાંથી આવ્યો છું. તમને વચન આપું છું કે, આ લોકોનો જે ભ્રષ્ટાચાર છે તે બધાને પાઠ ભણાવીશ.
સત્યપાલ મલિકે પોતાના નિવેદન પર ખુલાસો કર્યો જણાવી દઈએ કે, રાજ્યપાલની ટીપ્પણી પર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તેમજ જમ્મું કાશમીર નેશનલ કોન્ફ્રન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ શાબ્દિક પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે, મલિકે દિલ્હીમાં પોતાની પ્રતિષ્ઠા અંગેની માહિતી મેળવવી જોઈએ. અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે, આ વ્યક્તિ જે દેખીતી રીતે જ એક જવાબદાર સંવૈધાનિક પદ પર બિરાજમાન છે અને તેઓ આતંકવાદીઓને ભ્રષ્ટ સમજનાર નેતાઓની હત્યા માટે કહી રહ્યો છે.