ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સૌથી મોટા કોવિડ કેર સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

10 હજાર બેડ ધરાવતા સૌથી મોટા કોવિડ કેર સેન્ટરનું દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે હસ્તે ઉદ્ધાટન કારયું હતું, ત્યારબાદ તેમાં દર્દીઓની સારવારની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

દિલ્હી: ઉપરાજ્યપાલ બૈજલ આજથી સૌથી મોટા કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
દિલ્હી: ઉપરાજ્યપાલ બૈજલ આજથી સૌથી મોટા કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

By

Published : Jul 5, 2020, 12:57 PM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 10 હજારની ગતિએ વધી રહી છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોના સંક્રમણનો અંક 97,200 સુધી પહોંચ્યો છે. સતત વધી રહેલા આ આંકડાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારને બેન્ક્વેટની હૉલ વ્યવસ્થા કરી હતી. જેનો ઉપયોગ કેટલીક જગ્યાએ આઈસોલેશનના વિકલ્પ તરીકે કરવામાં આવે છે.
આજે થશે દર્દીઓનો પ્રવેશ
રાધા સ્વામી સત્સંગ વ્યાસ સ્થિતના પ્રાંગણમાં 10 હજાર બેડવાળા કેવિડ-19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેને સરદાર પટેલ કોવિડ સેન્ટર નામ આપવામાં આવ્યું છે. આ કેર સેન્ટરની તમામ તૈયારી ઓ પૂરી થઈ ગઈ છે અને આજથી તેની શરૂઆત કરવામાં આવશે. આ પહેલા દિલ્હીના ઉપરાજ્યપાલે ઉદ્ઘાટન કર્યું હતું.

નોંધનીય છે કે, કોવિડ કેર સેન્ટર બનાવવાની નિર્ણય બાદ સૌથી પહેલા 14 જૂનના રોજ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ તેની તૈયારીઓને વેગ આપવાનો આદેશ કર્યો હતો, ત્યારબાદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ગૃહપ્રધાન અમિત શાહે પણ આ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

ITBPને અપાઈ જવાબદારી

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સ્થાયી હૉસ્પિટલ સિવયા મોટી સંખ્યામાં અસ્થાયી કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યાં છે. જેના કારણે ડૉક્ટર્સ અને નર્સના સ્ટાફની અછત વર્તાઈ રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરદાર પટેલ કેર સેન્ટરનું સંચાલનITBPને સોંપાવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details