ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રમાં આવેલી સારસ્વત લાઈબ્રેરી, ગાંધીજીએ તેની આધારશિલા રાખી હતી !

મહાત્મા ગાંધીએ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ પોતાની ખાસ ઓળખાણ છોડી ગયા છે. તમામ જગ્યાએ લોકોને સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થવા માટે પ્રેરિત કર્યા હતા.

gandhi jayanti

By

Published : Sep 27, 2019, 5:14 PM IST

Updated : Sep 27, 2019, 6:06 PM IST

મહાત્મા ગાંધીએ આંધ્રપ્રદેશની પણ મુલાકાત લીધી હતી. અહીંયા અનેક વિરોધ આંદોલન સાથે સ્વતંત્રતા આંદોલને પણ ગતિ પકડી હતી. તમામ આંદોલનની વચ્ચે ચિરલા-પેરલા આંદોલન એક ઉલ્લેખનીય હતું, જેનું નેતૃત્વ દુગ્ગીરાલ ગોપાલકૃષ્ણને કર્યું હતું. આ કારણે તેમને 'આંધ્ર રત્ન'ના નામથી ઓળખવામાં આવે છે.

આંધ્રમાં આવેલી સારસ્વત લાઈબ્રેરી, ગાંધીજી તેની આધારશિલા રાખી હતી !

1929માં ચિરાલા બેઠક
જ્યારે ગાંધીને આ કર વિરોધી સત્યાગ્રહ વિશે જાણવા મળ્યું તો તેમેમ 1929માં ચિરાલા શિવ મંદીરમાં એક સભા યોજી, જેમાં હજારો લોકોએ ભાગ લીધો. આ જ જગ્યા પર ગાંધીની કાળા પથ્થરની પ્રતિમા અનાવરણ કરવામાં આવી છે. 1929માં ગાંધીજીએ વેટાપલેમમાં સારસ્વત નિકેતમ લાઈબ્રેરીની આધારશિલા પણ રાખી, જે ભારતની સૌથી જૂની લાઈબ્રેરીમાંની એક છે. જેની સ્થાપના સ્વર્ગીય વીવીએ 1918માં કરી હતી.

આ શિલાન્યાસ સમારંભમાં ભાગદોડ મચી ગઈ હતી. જેના પરિણામે અહીં ગાંધીજી લાકડી પણ તૂટી ગઈ હતી. આજે પણ આ તૂટેલી ગાંધીજી લાકડી પુસ્તકાલયમાં સુરક્ષિત સચવાયેલી છે.

સારસ્વત નિકેતનમ લાઈબ્રેરી
સરસ્વતી નિકેતમ લાઈબ્રેરી આંધ્રપ્રદેશના મુખ્ય ગણાતા પુસ્તકાલયમાંનું એક છે. અહીં 70 હજારથી પણ વધારે પુસ્તકો સુરક્ષિત રીતે સચવાયેલા છે. અહીં પાંડુલિપિમાં પણ અનેક દુર્લભ ગ્રંથો સચવાયેલા છે.

Last Updated : Sep 27, 2019, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details