નવી દિલ્હી : દેશ કોરોના વાઇરસના પગલે લોકડાઉન છે. તે સમયે ગરીબ, પ્રવાસી મજૂરોને જમવાની સમસ્યા છે. તેને લઇને સરકારની સાથે સાથે અન્ય સંસ્થાઓ પણ કામ કરી રહી છે. જેમાં RSS દિવસમાં એક લાખ ત્રીસ હજાર ફૂડ પેકેટ વિતરણ કરે છે. જે જાણકારી દિલ્હીના RSSના મહાસચિવ ભરત ભુષણે આપી હતી.
તેઓએ કહ્યું કે, રાજધાની દિલ્હીમાં 125 રસોઇયા રસોડુ ચલાવી રહ્યા છે અને ફુડ પેકેટ વિતરણ કરવા માટે 4500 સ્વયંસેવક કામ કરી રહ્યા છે. RSSએ શનિવાર સુધીમાં રાજધાની દિલ્હીના 630 વિસ્તારોમાં 47,500 રાશન કિટનું વિતરણ કર્યુ હતું.