કેરળમાં સત્તારૂઢ એલડીએફમાં શામેલ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દા ચૂંટણી પર ખૂબ મોટો પ્રભાવ પડ્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. એલડીએફ રાજ્યમાં ફક્ત એક જ બેઠક જીતી શક્યું છે.
પાર્ટીની કેન્દ્રીય સમિતિની રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરાયો છે. તેની પર રાજ્ય સમિતિની રવિવારે અને સોમવારે યોજાયેલી બે દિવસીય બેઠકમાં ચર્ચા થઈ હતી. તેના કેટલાક ભાગ બુધવારે પક્ષના મુખપત્ર 'દેશાભિમાની'માં પ્રકાશિત થયા.
તેમાં કહેવાયું છે કે સબરીમાલામાં મહિલાઓના પ્રવેશના મુદ્દા વિપક્ષ અને કોંગ્રેસના નેતૃત્વવાળા યૂડીએફ સહિત ભાજપાએ ચૂંટણી અભિયાનમાં ખૂબ રાગ આલાપ્યો, જેના કારણે પક્ષના સમર્થકો પર મોટી અસર પડી.
ઉચ્ચ ન્યાયાલયે 28 સપ્ટેમ્બરે આપેલા ચુકાદામાં સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની અનુમતિ આપી હતી. અગાઉ મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતુ કે સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ લોકસભા ચૂંટણીમાં ડાબેરીની હારનું કારણ હતુ. તેમજ લોકોએ કોંગ્રેસ કેન્દ્રમાં શાસનમાં આવશે તેમ વિચારી કોંગ્રેસને મત આપ્યો.
રિપોર્ટમાં માકપાના પ્રજાનો મત પારખવામાં નિષ્ફળ રહી તે મોટી ભૂલ હોવાનું જણાવ્યું છે. ઉપરાંત યુવાઓને પોતાની તરફ ન ખેંચી શકી નથી.