ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરૂણ જેટલીની હાલત વધારે ગંભીર, PM મોદી પહોંચશે AIIMS

નવી દિલ્હી: પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબિયત નાજુક છે. તેઓ દિલ્હીના AIIMSમાં દાખલ છે. તેમના સ્વાસ્થ્યના સમાચાર જાણવા માટે નેતાઓ AIIMS પહોંચી રહ્યા છે. ત્યારે RSS પ્રમુખ મોહન ભાગવત પણ AIIMSમાં પહોંચ્યા હતા, તો તેમની સાથે જ કેજરીવાલ પણ AIIMS પહોંચ્યા છે. જ્યારે PM મોદી પણ થોડા સમયમાં AIIMS પહોંચશે. જણાવી દઈએ હાલ અરુણ જેટલીની હાલત વધારે ગંભીર છે.

ફાઇલ ફોટો

By

Published : Aug 18, 2019, 2:18 PM IST

Updated : Aug 18, 2019, 10:16 PM IST

મળતી માહીતી બીજેપીના નેતા અને પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીની હાલત ઘણી નાજુક છે. એમ્સના ડોક્ટરોએ બગડતી સ્થિતિ જોઈને તેમને વેન્ટિલેટર પર છે. ડોક્ટર સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.તબીબો દ્વારા સત્તત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.અરુણ જેટલીની તબિયત જાણવા છેલ્લા બે દિવસથી AIIMSમાં ઘણા નેતાઓ પહોંચી રહ્યા છે. ભુટાનના પ્રવાસેથી આવ્યા બાદ PM મોદી પણ અરુણ જેટલીને મળવા AIIMS પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટથી અરૂણ જેટલી એમ્સમાં સારવાર હેઠળ છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જોકે, તેમના સ્વાસ્થ્યને લઈ કોઈ બુલેટિન જાહેર નથી કરવામાં આવ્યું.

તમને જણાવી દઈએ કે, જેટલી વ્યવસાયે વકિલ છે, અને તે ભાજપા સરકારના પ્રથમ કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો. પોતાની નાદુરસ્ત તબિયતના કારણે જ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી.

Last Updated : Aug 18, 2019, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details