બેંગ્લોર: આ સંદર્ભે અસદુદ્દીન ઔવેસીએ સૂત્રોચ્ચારની ઘટનાને વખોડી કાઢી છે. તેમજ યુવતિનો AIMIM સાથે કોઈ સંબંધ ન હોવાનું રટણ કર્યુ છે.
કર્ણાટકમાં ઔવેસીના કાર્યક્રમમાં યુવતિએ કર્યા પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર
ઔવેસીના કાર્યક્રમમાં એક યુવતિએ ત્રણ વાર પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા. પાકિસ્તાનના સમર્થનમાં થયેલા આ સૂત્રોચ્ચાર બાદ યુવતિની ધરપકડ કરી છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
અસદુદ્દીન ઔવેસીના કાર્યક્રમમાં પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યાની માહિતી સામે આવી છે. ઔવેસી બેંગ્લોરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરવા પહોંચ્યા. જ્યાં અચાનક એક યુવતિ સ્ટેજ પર આવી પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા લાગી હતી.
આ દરમિયાન સ્ટેજ પર હાજર લોકોએ યુવતિના હાથમાંથી માઈક છીનવી લઈને તેને સ્ટેજથી નીચે ઉતારી દીધી હતી. ત્યારબાદ ઔવેસીએ યુવતિનો AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન) સાથે કોઈ સંબંધ ન હોવાનુ જણાવ્યું. સાથે જ ઔવેસીએ કહ્યું, આ સૂત્રોચ્ચારને ભારોભાર વખોળુ છુ, સાથે જ મારા અને આપણા સૌ માટે ભારત જિંદાબાદ હતુ અને જિંદાબાદ રહેશે.