ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RTOમાં બોગસ લાયસન્સ કૌભાંડના આરોપીઓની ધરપકડ

અમદાવાદ: શહેરના સુભાષ બ્રિજ ખાતે આવેલી RTO કચેરીમાં નાતાલના તહેવારની રજા દરમિયાન RTO કચેરીના સોફ્ટવેયરમાં પાસવર્ડ નાખી કુલ 84 જેટલા લોકોનો લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના એજન્ટ તેમજ અગાઉ ભૂજ આરટીઓમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા યુવકની ધરપકડ કરી છે.

સ્પાર્ટ ફોટો

By

Published : Mar 19, 2019, 10:34 AM IST

2018માં નાતાલની બે દિવસની રજા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આરટીઓમાં સારથી-4 સોફ્ટવેયરમાં પાસવર્ડ નાખી કુલ 84 જેટલી બેકલોગ એન્ટ્રી દ્વારા બોગસ લાઈસન્સ ઈશ્યુ કર્યા હતા. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન મહેન્દ્ર ઉર્ફે પાજી જાદવ અને રાકેશ પટણીની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. આરોપી મહેન્દ્ર 2010થી 2018 સુધી ભૂજ આરટીઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે રાકેશ અમદાવાદ આરટીઓમાં 6 વર્ષથી એજન્ટ તરીકે કામ કરે છે. આરટીઓના કામ અર્થે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ઝડપથી પૈસા કમાવવા માટે રાકેશે રજાના દિવસનો લાભ લઈ કોમ્પ્યુટર ઓપરેટરના ટેબલ પરથી સોફ્ટવેયર યુઝર આઈડી અને પાસવર્ડ મેળવ્યા હતા. રાકેશે વોટ્સએપ દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડ મહેન્દ્રને મોકલ્યા હતા. મહેન્દ્રએ તેના આધારે સોફ્ટવેયરમાં ખોટી એન્ટ્રી કરી બોગસ લાઈસન્સ બનાવ્યા હતા.

બંને આરોપીઓએ અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં આવેલી આરટીઓ કચેરીમાં બેકલોગ એન્ટ્રીઓ કરી ખોટા લાઈસન્સ ઈશ્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામ આરટીઓમાં પણ 248 જેટલી બોગસ એન્ટ્રીઓ થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં આ બંને આરોપી હોવાનું પૂરપેરી શક્યતા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details