વધુ માહિતી મુજબ, સરહદી વિસ્તારના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેમણે સીમા પરથી 500 કિલોગ્રામ કરતા પણ વધુનો જથ્થો જપ્ત કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી તસ્કરી ગણવામાં આવી રહી છે. આ હેરોઇન મીઠાની કોથળીમાં ભરીને ભારત લાવવામાં આવી રહ્યું હતું.
અમૃતસર પાસે 2600 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઇન પકડાયું - pakistan
અમૃતસર: ચાલુ વર્ષે પાકિસ્તાન તરફથી આવનારા નશીલા પદાર્થોનો સૌથી મોટા જથ્થો પંજાબના સરહદીમાંથી ઝડપાયો છે. જેની કિંમત 2600 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે.
Amritsar
આ બાબતે પોલીસે અમૃતસરના એક વ્યકિત અને કાશ્મીરના હંદવાડાથી સંબંધ રાખનાર તારિકે અહેમદ નામના વ્યકિતની ધરપકડ કરી છે. જો કે, પાકિસ્તાન સાથે પંજાબની 553 કિલોમીટર લાંબી સરહદ હોવા છતા નશીલા પદાર્થોની ગેરકાયદેસર તસ્કરી આ વિસ્તારમાં સામાન્ય ગણવામાં આવે છે.