સમગ્ર બાબતે પોલીસ કમિશ્નર રાજીવ રંજને જણાવ્યું કે, 'વૈજ્ઞાનિક પુરાવા, સાક્ષીઓ તેમજ એફએસએલ રિપોર્ટની મદદથી અમે અપૂર્વાની ઘરપકડ કરી હતી. તેમણે પોતાના પતિની હત્યા કરવાની વાતનો સ્વીકાર કરીને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે' આ ઉપરાંત રાજીવ રંજને એમ પણ જણાવ્યું હતુ કે, અપૂર્વાએ હત્યા કરવાનું કારણ જણાવતા કહ્યું કે તેણે તેના પતિની હત્યા એટલા માટે કરી કારણ કે તે તેના લગ્ન જીવનથી ખુશ ન હતી.
'રોહિત શેખર હત્યા' કેસમાં તેની પત્નિ અપૂર્વાની ધરપકડ - apurva
નવી દિલ્હી: રોહિત શેખર હત્યા કેસ બાબતે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે બુધવારે તેની પત્નિ અપૂર્વાને દક્ષિણ દિલ્હી સ્થિત તેમના ઘરેથી ઘરપકડ કરી હતી.
ફાઈલ ફોટો
વધુમાં રાજીવ રંજને જણાવ્યું કે, 'શરુઆતમાં અપૂર્વાએ ક્રાઈમ બ્રાન્ચ ટીમને ગૂમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો ' તેમણે કહ્યું કે, '16 એપ્રિલના રોજ અપૂર્વાએ રોહિતના રુમમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ બધા જ પુરાવાનો નાશ ફક્ત દોઢ જ કલાકમાં કર્યો હતો.