ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવે અને હવાઇ સેવા 3 મે સુધી રદ, પ્રવાસીઓને આટલું મળશે રીફંડ - પ્રવાસી

કોરોના વાઇરસથી 21 દિવસ સુધી ચાલી રહેલા લોકડાઉનને 3 મે સુધી વધાર્યા બાદ રેલવેએ તમામ ટ્રેન અને ફ્લાઇટને 3 મે સુધી રદ કરવાની જાહેરાત કરી છે.

રેલ્વેએ 3 મે સુધીની તમાન ટ્રેન કરી રદ, પ્રવાસીઓને આટલુ રીફંડ મળશે
રેલ્વેએ 3 મે સુધીની તમાન ટ્રેન કરી રદ, પ્રવાસીઓને આટલુ રીફંડ મળશે

By

Published : Apr 14, 2020, 12:57 PM IST

નવી દિલ્હી : કોરોના વાઇરસના કહેર વચ્ચે દેશમાં ચાલી રહેલા 21 દિવસના લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યુ છે. જેના પગલે ટ્રેન અને ફ્લાઇટને 3 મે સુધી રદ કરી છે.

જણાવી દઇએ કે રેલ મંત્રાલયે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા તમામ ટ્રેન 14 એપ્રિલ સુધી નહી દોડાવવાની જાહેરાત કરી હતી, પરંતુ માલગાડીઓને ચલાવવામાં આવી રહી છે. દેશના કેટલાક સ્થાનો પર હજારો લોકો ફસાયેલા છે અને તેને માદરે વતન પરત ફરવા માટે ટ્રેનની રાહ છે.

પરીપત્ર

લોકડાઉનની અવધી વધવાને કારણે રેલવે અને એયરપોર્ટ ઓથોરીટીએ 3 એપ્રિલ સુધી તમામ પ્રવાસ રદ કર્યા છે. જેના પગલે જનતાને પણ હવે એ જ વિચાર હશે કે 14 એપ્રિલ બાદ કરેલા ટ્રેન બુકીંગના રીફંડનું શું ? આ તકે IRCRCના એક આધિકારીક સુત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર તમામ પ્રવાસીઓએ બુકીંગ કરેલી ટિકિટનું રીફંડ પુરેપુરૂ મળી જશે.

ABOUT THE AUTHOR

...view details