નાગૌરઃ RLPના પ્રમુખ હનુમાન બેનીવાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. હનુમાન બેનીવાલે ટ્વિટ દ્વારા તેમને કોરોનાનો ચેપ લાગવાની માહિતી આપી હતી. હનુમાન બેનીવાલની પાર્ટી રાજસ્થાનમાં ભાજપની સહયોગી પાર્ટી છે. હનુમાન બેનીવાલની પત્નીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બેનીવાલે કહ્યું છે કે છેલ્લા 10 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ.
RLP અધ્યક્ષ હનુમાન બેનીવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - હનુમાન બેનીવાલા
રાજસ્થાનના નાગૌરના સાંસદ અને RLP અધ્યક્ષ હનુમાન બેનીવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે હનુમાન બેનીવાલની પત્નીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બેનીવાલે કહ્યું છે કે છેલ્લા 10 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ.
RLP અધ્યક્ષ હનુમાન બેનીવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
હનુમાન બેનીવાલે ટ્વિટર પર લખ્યું કે "કોવિડ -19ના લક્ષણો મહસૂસ થતા મે નાગૌરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે મારી પત્ની કનિકાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેમણે અપીલ કરી છે કે છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવે તેમજ મારા નજીકના લોકો કોરેન્ટાઇન થઇ જાય. બીજા એક ટ્ટિટમાં તેમણે લખ્યું કે "ભગવાનની કૃપાથી અને તમારા બધાના આશીર્વાદથી તેમજ ડોકટરોના માર્ગદર્શન હેઠળ, હું જલ્દી જ સ્વસ્થ થઇ જઈશ.