સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સાંજે લગભગ પાંચ કલાકે ડેપ્યુટી મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીનો કાફલો અઘોડિયા બજાર ચોક પાસેથી જઈ રહ્યા હતો. તે દરમિયાન નજીકના વિસ્તારોમાં ટ્ર્રાફિક જામ હતો, જ્યાં ત્યાં રિક્ષાઓ હતી.
બિહારમાં ટ્રાફિકમાં ડયૂટી કરતા હોમગાર્ડને રિક્ષા ચાલકોએ માર્યો
પટના: મુઝફ્ફરપુર શહેરના અઘોરિયા બજાર ચોક પર રિક્ષા ચાલકે ડયૂટી પર ટ્રાફિકમાં હાજર હોમગાર્ડને દોડાવીને પટ્ટા અને લાતોથી માર મારવાની ઘટના સામે આવી છે. ગુસ્સે ભરાયેલા ચાલકોએ અઘોડિયા બજાર ચોકને જામ કરીને બબાલ કરી હતી. સિંકદરપુર કુંડલના રહેવાસી ઘાયલ હોમગાર્ડ અમિલ કુમારને સદર હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યો છે.
સ્પોટ ફોટો
ટ્ર્રાફિકમાં હોમગાર્ડે રિક્ષાચાલકને કાંઇક કહેતા રિક્ષા ચાલકો ભડક્યા હતા અને છ કલાકે અઘોડિયા બજાર ચોકને જામ કરી દીધો હતો. રિક્ષા ચાલકો હોમગાર્ડ અનિલને રસ્તા પર દોડાવીને મારવા લાગ્યા હતા. રિક્ષા ચાલકને લાતથી માથા અને પેટમાં માર માર્યા બાદ તેની સ્થિતિ નાજુક થતાં છોડી દીધો હતો. ત્યારબાદ પોલીસે સ્ટેશન પહોંચીને ફરિયાદ કરી હતી.
અઘોડિયા બજાર ચોક પર બબાલ અને ટ્રાફિક હોમગાર્ડ પર હુમલાથી પાઝી મોહમદપુર સ્ટેશનની પોલીસ અજાણ રહી હતી.