ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં ચોખાની નિકાસમાં જૂન મહિનામાં 28 ટકાનો ઘટાડો - export

ન્યૂઝ ડેસ્ક: ચોખાની નિકાસમાં આ વર્ષે જૂનમાં ગત વર્ષની સરખામણીએ 28 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં ગત મહિને 51.33 કરોડ ડૉલરના ચોખાની નિકાસ થઈ હતી. જ્યારે જૂન 2018માં 71.34 કરોડ ડૉલરની કિંમતના ચોખાની નિકાસ થઈ છે. આમ ગત વર્ષ કરતા આ વર્ષની સરખામણી ચોખાની નિકાસમાં ચોખ્ખો 28.05 ટકાનો ઘટાડો નોંધાયો છે.

file

By

Published : Jul 16, 2019, 7:40 PM IST

જો કે, ચોખાની નિકાસ કિંમતમાં ગત વર્ષ કરતા આ વર્ષે 26.30 ટકા ઓછી થઈ છે. ગત વર્ષે જૂનમાં ભારતે 4836.65 કરોડ રૂપિયાના ચોખાની નિકાસ કરી હતી, જ્યારે આ વર્ષે જૂન સુધીમાં દેશમાંથી 3564.43 કરોડ રૂપિયાના ચોખાની નિકાસ કરવામાં આવી છે.

ભારત દુનિયામાં ચોખાની ઉત્પાદન અને નિકાસમાં સૌથી મોટુ બજાર છે. કૃષિ મંત્રાલય દ્વારા વિતેલા જૂનમાં જાહેર કરેલા ઉત્પાદન વર્ષ 2018-19માં દેશમાં 11.56 કરોડ ટન ચોખાનું ઉત્પાદન થયું હતું.

આ વર્ષે જૂનમાં અન્ય અનાજની નિકાસમાં ગત વર્ષની સરખામણીએ 44.42 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ જોઈએ તો આ વર્ષે જૂનમાં 2.10 કરોડ ડૉલરની કિંમતના અન્ય અનાજની નિકાસ થઈ છે, જ્યારે ગત વર્ષે આ મહિનામાં અન્ય અનાજની નિકાસથી 3.79 કરોડ ડૉલર ભારતને મળ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details