ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અર્ધસૈનિક દળમાં સેવાનિવૃતિની ઉંમર 60 વર્ષની કરવામાં આવી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ અર્ધસૈનિક દળમાં તમામ રેંકના કર્મચારીઓની સેવાનિવૃતિમાં ઉંમર 60 વર્ષની નક્કી કરવામાં આવી છે. આ આદેશ તાત્કાલિક ધોરણે સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, સીઆઈએસએફ,આઈટીબીપી તથા અસમ રાઈફલ્સમાં લાગૂ થઈ જશે.

file

By

Published : Aug 19, 2019, 11:52 PM IST

ગૃહમંત્રાલયનો આ આદેશ દિલ્હી હાઈકોર્ટે જાન્યુઆરીમાં આપેલા ચૂકાદા બાદ આવ્યો છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, તમામ રેંક માટે એક સેનાનિવૃતિ ઉંમર નિર્ધારિત કરવામાં આવે.

આ અગાઉ અલગ અલગ રેંક માટે અલગ અલગ સેવાનિવૃતિ ઉંમર નિર્ધારિત કરવામાં આવી હતી.

વર્તમાનમાં જોઈએ તો, સીએપીએફ અથવા અર્ધસૈનિક દળમાં કમાંડેંટ અને તેનાથી નીચેની રેંક વાળા અધિકારીઓની સેવાનિવૃતિની ઉંમર 57 વર્ષ છે. જ્યારે નાયબ ઈન્સપેક્ટર તથા તેનાથી ઉપરની રેંકવાળા અધિકારીઓની ઉંમર 60 વર્ષની હતી.

સીએપીએફના અસમ રાઈફલ્સ તથા સીઆઈએસએફના તમામ અધિકારીની સેવાનિવૃતિની ઉંમર 60 વર્ષ છે.

ABOUT THE AUTHOR

...view details