નાણાપ્રધાન નિર્મલા સીતારમણનાં કાર્યલય દ્વારા આ મુદ્દે વધારે વિવાદ થયા પછી સ્પષ્ટીકરણ કરાયું છે. એક પત્રમાં કહેવાયું છે કે, નાણામંત્રાલયની અંદર મીડિયાકર્મીઓના પ્રવેશ માટે એક ચોક્કસ પ્રક્રિયા નિર્ધારિત કરાઈ છે. મીડિયા કર્મીઓના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ મુકાયો નથી. નૉર્થ બ્લૉકમાં પ્રવેશ માટે અધિકારીઓને મળવાનો સમય લેવો પડશે. PIBના પત્રકારોએ અલગથી પ્રવેશપાસ બનાવવાની જરુર નથી. પરંતુ અખબારી અહેવાલ પ્રમાણે મંત્રાલયના ગેટ પર તૈનાત સુરક્ષા જવાનો દ્વારા અપોઈન્ટમેન્ટ વગર પત્રકારોને પ્રવેશતા રોકાય છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના માન્યતાપ્રાપ્ત પત્રકારોને પણ અટકાવાઈ છે. પત્રકારોના સંગઠને આ નવા નિયમને મીડિયાની આઝાદીને ગળે ટૂંપો ગણાવ્યો હતો. તેમજ નાણાપ્રધાન નિર્મલા સીતારમનને અપીલ કરી હતી કે, આ મનઘડત નિર્ણય પાછો લેવામાં આવે.
નાણામંત્રાલયમાં પરવાનગી વગર પત્રકારોની 'નો એન્ટ્રી' પર એડિટર ગિલ્ડની આકરી પ્રતિક્રિયા - media
ન્યૂઝ ડેસ્કઃ નાણાં મંત્રાલયમાં અઘિકારીઓ પાસે મુલાકાતનો સમય માગ્યા વગર જવા પર પત્રકારોને મનાઈ કરવામાં આવી છે. નાણામંત્રાલયના આ નિર્ણયની પત્રકાર સંગઠન એડિટર ગિલ્ડે આકરી ટીકા કરી છે. તેમજ આ નવા નિયમને મીડિયાની આઝાદીને ગળે ટૂંપો દેવા સમાન ગણાવ્યો હતો.
નાણાં મંત્રાલયમાં પત્રકારોની પ્રવેશબંધી મીડિયાના ગળે ટૂંપો- એડિટર ગિલ્ડ
વિવિધ મીડિયા સંસ્થાનો અને સંપાદકોએ આ મુદ્દે નાણાપ્રધાનને મળવાનો સમય માગ્યો હતો. બેઠક પણ થઈ હતી. પરંતુ આ બેઠક નાણાંમંત્રાલયની બહાર યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે, નાણામંત્રાલયનું કાર્યલય રાયસીના હિલ્સ પર છે. બજેટ રજૂ થવાના બે મહેના પહેલા જ ત્યાં મીડિયાનો પ્રવેશ રોકવામાં આવે છે, કારણ કે, બજેટની ગુપ્તતા જળવાઈ રહે.પરંતુ આ પરંપરાને બજેટ પુરુ થયા પછી પણ ચાલુ રાખવામાં આવી છે. જેના કારણે પત્રકારોમાં રોષ ઉભો થયો છે.